Education Gujarati

ચુનીલાલ મડિયા – Gujarati Sahityakar Kavi Chunilal Madiya

Gujarati Sahityakar Kavi Chunilal Madiya
Written by Chetan Darji

ગુજરાતી નવલકથાકાર,નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક, કવિ.

ચુનીલાલ કાળિદાસ મડિયાનો જન્મ ૧૨મી ઓગસ્ટ ૧૯૨૨ના રોજ રાજકોટ જીલ્લાના ધોરાજીમાં થયો હતો.

ઈ.સ.૧૯૩૯માં મૅટ્રિક અને ઈ.સ. ૧૯૪૫માં મુંબઈની સિડનહામ કૉલેજમાંથી બી.કૉમ.ની પરીક્ષા પાસ કરી.

ઈ.સ.૧૯૪૬માં ‘જન્મભૂમિ’તંત્રી તરીકે કામગીરી કરી હતી. ઈ.સ. ૧૯૫૦માં ‘યુસીસ’, મુંબઈના ગુજરાતી વિભાગમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા.

ઈ.સ. ૧૯૬૬ થી ‘રુચિ’ સાહિત્યિક સામયિકનું પ્રકાશન કર્યું. તેમણે ‘અખો રૂપેરો’, ‘કુલેન્દુ’, ‘વક્રગતિ’, ‘વિરંચી’ના ઉપનામથી ગુજરાતી સાહિત્ય ખેડાણ કર્યું.

Chunilal_Madia_and_Umashankar_joshi

ઈ.સ. ૧૯૫૭નો રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયેલ છે.

તેમણે ‘પાવકજવાળા’ , ‘વ્યાજનો વારસ’, ‘ઈંધણ ઓછાં પડ્યાં’, ‘વેળા વેળાની છાંયડી’ , ‘લીલુડી ધરતી’

  • ભા. ૧-૨, ‘પ્રીતવછોયાં’,‘શેવાળનાં શતદલ’, ‘કુમકુમ અને આશકા’, ‘સધરા જેસંગનો સાળો’-
  • ભા. ૧-૨, ‘ગ્રહાષ્ટક વત્તા એક’, ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’, ‘ધધરાના સાળાનો સાળો’ અને ‘આલા ધાધલનું ઝીંઝાવદર’વગેરે એમની નવલકથાઓ છે.
  • તો ‘ઘૂઘવતાં પૂર’ , ‘શરણાઈના સૂર’, ‘ગામડું બોલે છે’ ‘પદ્મજા’, ‘ચંપો અને કેળ’, ‘તેજ અને તિમિર’, ‘રૂપ-અરૂપ’, ‘અંતઃસ્ત્રોતા’, ‘જેકબ સર્કલ સાત રસ્તા’, ‘ક્ષણાર્ધ’,‘ક્ષત-વિક્ષત’એ એમના નવલિકા સંગ્રહો છે.

૯ ડીસેમ્બર ૧૯૬૮ના રોજ હૃદયરોગથી અમદાવાદમાં અવસાન થયું.

About the author

Chetan Darji

Hi, My name is Chetan Darji , and I am the owner and Founder of this website. I am 24 years old, Gujarat-based (India) blogger.
I started this blog on 20th January 2019.

Leave a Comment

Discover more from Stud Mentor - Where Learning Begins

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading