Celebration Education Trendy

15 August 2022 Independence Day Speech By Teacher, Essay in Gujarati

15 August 2022 Independence Day Speech By Teacher, Essay in Gujarati
Written by Chetan Darji

15 August 2022 Independence Day Speech, Essay in Gujarati

Har Ghar Tiranga - 15 August 2022 Speech

જવાહર નવોદય વિદ્યાલયના શિક્ષક દ્વારા 15 ઓગસ્ટ 2022 સ્વતંત્રતા દિવસનું ભાષણ ગુજરાતીમાં

મંચસ્થ મહાનુભાવો, જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સીપાલ સાહેબ,સાથી મિત્રો,વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો… સૌપ્રથમ તો આજના સ્વાતંત્ર્ય દિનની આપ સર્વેને વસંત મકવાણા તરફથી હાર્દિક શુભકામનાઓ…તેમજ આ દેશને અંગ્રેજોની ગુલામીમાથી આઝાદ કરાવનારા શૂરવીરો શહિદો અને તેમની માતાઓને મારા કોટી કોટી વંદન…

Vasant Makwana - Teacher

૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગષ્ટએ આપણા રાષ્ટ્રીય તહવારો છે. ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું હતું જ્યારે ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના રોજ આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાથી આઝાદ થયો હતો… એ ખુશી દર વર્ષે ૧૫મી ઓગષ્ટ આપણે સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ…

દોસ્તો ! તમે અને તમારા પરિવારે હજાર ઘણા સારા કર્મો કર્યા હશે ત્યારે તમને ભારતની ભૂમિ પર જન્મ મળ્યો હશે…એક અબજ વર્ષ જૂની આપણી આ સંસ્કૃતિ જે શ્લોકથી ભગવાન શ્રીરામના લગ્ન થયા હતા. એ જ શ્લોકથી મારા કે તમારા લગ્ન થયા છે કે થવાના છે.આવો સંસ્કાર વિશ્વના કોઈ દેશમાં તમને જોવા નય મળે…અને કદાચ એટલે જ ફ્રેન્ચ ફિલોસોફર રોમાં રોલાં કહે છે કે….” જો તમે આખીય દુનિયામાં ફર્યા હોય , અને જો તમે ભારતનું દર્શન ના કર્યું હોય તો તમે દુનિયામાં કશું જોયું જ નથી…અને…જો તમે એકવાર ભારતને સાચી રીતે જોઈ લો… જાણી લો… અને માણી લો…તો તમારે આખીય દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી…”

આ ભારતદેશ છે…પણ… સાલું આપણને તેનું ગૌરવ જ નથી ને…???

જે દિવસે વિશ્વના ધોળિયાઓ એમના દેશમાં ઉઘાડા રખડતા હતા ને તે દિવસે ભારતની ભૂમિ પર રામરાજ્યની સ્થાપના હતી સાહેબ…

જે દિવસે દુનિયાની બજારોએ સોનું જોયું ન હતું ને તે દિવસે દ્વારિકાની અંદર ભગવાન શ્રીકૃષ્ણએ સોનાની નગરી સ્થાપી હતી.

અરે જે દિવસે વિશ્વના દેશોએ…લોકોએ કોમ્પુટર કે ટેલિવિઝનની કલ્પના પણ નહોતી કરીને તે દિવસે ભારતની ભૂમિ પર મહર્ષિ વેદવ્યાસે કુરુક્ષેત્રના યુદ્ધનું લાઈવ ટેલિકાસ્ટ કર્યું હતું…અને…એ પણ અઢાર દિવસ સુધી…આ ભારત દેશ છે…અને એથી આગળ કહું તો…જે દિવસે ગેલીલીયાનો દાદાનો દાદો આ પૃથ્વી જન્મ્યો ન હતો ને તે દિવસે આ પૃથ્વી પર આર્યભટ્ટે ખગોળશાસ્ત્ર નું દર્શન આપ્યું , પણ સાલું આપણને ગિલીલીયાનું ગૌરવ છે આપણા આર્યભટ્ટનું સ્વાભિમાન નથી.

ત્યારે યાદ કરવા પડે આર્યભટ્ટ ને ઋષિ શૃષુત ત્યારે યાદ કરવા પડે ગાંધી,સરદાર,ભગતસિંહ ને…કારણ કે આ લોકો દેશ માટે જીવ્યા છે ને દેશ માટે મર્યા છે.આ દેશને બીજો ગાંધી ન મળે,આ દેશને બીજો સરદાર ન મળે, અરે હું તો ત્યાં લગી કહું છું કે ગાંધીને ત્રણ ગોળી વાગીને એની સાથે સાથે આ દેશની ત્રણ મહામૂલી સંપત્તિ હણાઈ ગઈ..

ગાંધીને પહેલી ગોળી વાગીને આ દેશનું સત્ય હણાયું.

ગાંધીને બીજી ગોળી વાગીને આ દેશી અહિંસા હણાઈ. અને

ગાંધીને ત્રીજી ગોળી વાગીને આ દેશનો ધર્મ હણાયો…માનવતાનો ધર્મ

ગાંધીને ત્રીજી ગોળી વાગીને બાપુ ” હે રામ ! ” બોલતા ગુજરી ગયાં અને આપણે બાપુને લટકાવી દીધા દિવાલ પર…બાપુને અને તેમના વિચારોને…. એટલે કહેવાનું મન થાય કે….

અમે કહેતા નથી કે ચાલે છે રાવણરાજ ગાંધીજી

પણ તમે ચાહ્યું તું એવું તો કાંઈ નથી આજ ગાંધીજી

તમારી રામધુનોમાં હવે ખખડે છે ખુરશીઓ

તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ ગાંધીજી

અને હું તમારા આ ભીંત પરના હસતા ફોટા જોવું છું ત્યારે

મને પણ થાય છે…ક્યાં થયા છે હજી નારાજ ગાંધીજી

અને કદી આદમ સમાધિ પર જઈને એટલું જ કહેવું છે

એક તમે જ હતા ને છો વતનની લાજ ગાંધીજી.

કદાચ ગાંધીજી જીવતા હોત તો…આ દેશનું ચિત્ર કંઇક અલગ હોત…કદાચ આ દેશ મહાસત્તા પર બેસી ગયો હોત…આ ગાંધીજી હતા સાહેબ…જે દેશ માટે જીવ્યા તા ને દેશ માટે મર્યા તા…જ્યારે આજના નેતાઓ વોટ માટે જીવે ને પૈસા માટે મરે છે…એટલે કહેવાનું મન થાય કે…

” કભી નોટો કે લીયે મર ગયે

કભી વોટો કે લીયે મર ગયે

કાશ…જિંદા હોતે ગાંધીજી તો કહતે

યાર સરદાર હમ કિતને કમીનો કે લીયે મર ગયે…

ને અંતે મારા પ્રિય વડાપ્રધાન શ્રી અટલબિહારી બાજપેઇની એક કવિતા સંભળાવી હું મારી વાણીને વિરામ આપીશ….

એક નહિ, દો નહિ, કરોગે સો સમજોતે…

પર સ્વતંત્ર ભારત કા મસ્તક નહિ ઝુકેગા.

અગણિત બલિદાનો સે અર્જિત હૈ સ્વતંત્રતા,

આંસુ,શોધ, શોણીત સે ચિંતિત હૈ સ્વતંત્રતા,

ત્યાગ,તેજ, તપફલ સે રક્ષતિ હૈ સ્વતંત્રતા,

દુઃખી મનુજતા કે હિતવ્રત અર્પિત હૈ સ્વતંત્રતા.

ઇસે મિટાને કિ સાજીશ કરનેવાલો સે કહ દો,

ચિનગારી કા ખેલ બુરા હોતા હૈ….( ૨ )

ઓરો કે ઘર આગ લગાને કા જો સપના

વો અપને હી ઘર મેં સદા ખરા હોતા હૈ.

અરે ઓ નાદાન પડોશી અપની આંખે ખોલો

આઝાદી અણમોલ હૈ ઉસકા મોલ લગાઓ

પર તુમ ક્યાં જાનો ,આઝાદી ક્યાં હોતી હૈ

તુમ્હે તો બસ મિલી ન કિંમત કઈ ચુકાઈ હૈ.

મા કો ખંડિત કરતે તુમ કો લાજ ન આઇ….

અમરીકી શાસ્ત્રો સે અપની આઝાદી કો

દુનિયા મેં કાયમ રખલોગે એ મત સમજો.

દસ બીસ અરબ ડોલર લેકર આનેવાલી બરબાદી સે

તુમ બચલોગે યે મત સમજો.

ધમકી જેહાદ કે નારો સે,હથિયારો સે,

કશ્મીર કભી હત્યા લોગે યે મત સમજો.

હમલો સે ,અત્યાચારો સે, સંહારો સે,

ભારત કા શીશ ઝુકાલોગે યે મત સમજો…

જબ તક ગંગા કી ધાર,સિંધુ મે જવાર,અગ્નિ મે જલન,

સૂર્ય મે તપન શેષ,સ્વતંત્ર સમર કી વેદી પર

અર્પિત હોંગે અગણિત જીવન, યૌવન ન શેષ…

અમરિકા કયા સંસાર હિ હો ભલે વિરુદ્ધ

કાશ્મીર પર ભારત કા ધ્વજ નહિ ઝૂંકેગા…નહિ ઝૂકેગા…

એક નહિ… દો નહિ…કરોગે સો સમજોતે,

પર સ્વતંત્ર ભારત કા મસ્તક નહિ ઝૂકેગા…

અસ્તુ… જય હિન્દ… જય ભારત… જય નવોદય…

Big thanks to વસંત. એન. મકવાણા

I Hope you like the Article of the 15 August 2022 Independence Day Speech, Essay in Gujarati. IF you like then share to others.

Jai Hind Jai Bharat

About the author

Chetan Darji

Hi, My name is Chetan Darji , and I am the owner and Founder of this website. I am 24 years old, Gujarat-based (India) blogger.
I started this blog on 20th January 2019.

Leave a Comment