Trendy

Gujarati’s First Reality Show – ‘સવાલોના સવા કરોડ’ રિયાલીટી શો, આવી રીતે લઇ શકશો ભાગ

Gujarati's First Reality Show - Sawalo Na Sava Crore 2021 Live
Written by Chetan Darji

VTVના દર્શકો માટે મહત્વપુર્ણ સમાચાર આપવા જઇ રહ્યા છે. હવે VTV સાથે બની શકશો કરોડપતિ. હા, સાચે જ કારણ કે VTV ન્યૂઝ ચેનલ પર ટુંક સમયમાં શરૂ થવા જઇ રહ્યો છે એક જોરદાર કાર્યક્રમ. જેનું નામ છે ‘સવાલોના સવા કરોડ’. ન્યૂઝ ચેનલ પર સૌ પ્રથમવાર રિયાલીટી શો શરૂ થઈ રહ્યો છે. આ શોનું સંચાલન રંગમંચના જાણિતા અભિનેતા અને નિર્માતા સિદ્ધાર્થ રાંદેરિયા કરશે. કાર્યક્રમની શુભ શરૂઆત તન્વી પ્રોડક્શન લિમિટેડ દ્વારા થઈ રહી છે. ગુજરાત સહીત દેશ અને વિદેશના લોકો આ જ્ઞાનવર્ધક કાર્યક્રમમાં ભાગ લઈ શકશે. તો આ કાર્યક્રમ જ્ઞાનવર્ધક અને મનોરંજન પણ પુરૂ પાડશે.

  • VTV પર ટૂંક સમયમાં શરૂ થશે કાર્યક્રમ ‘સવાલના સવા કરોડ’

‘સવાલોના સવા કરોડ’ ગુજરાતી રિયાલિટી શો હવે ટુંક સમયમા VTV પર શરૂ થવાનો છે. ત્યારે આ શોમાં કોઇપણ વ્યક્તિ ભાગ લેવા માટે અપ્લાય કરી શકે છે. ગુજરાતના લોકો માટે ગુજરાતી ભાષામાં આ સૌપ્રથમ મોટો રિયાલીટી શો છે. જેના બધા સવાલો જવાબો પણ ગુજરાતી ભાષામાં હશે. આ શોના હોસ્ટ ગુજરાતના જાણીતા કલાકાર સિદ્ધાર્થ રાંદેરીયા છે. આ શો ગુજરાતની શ્રેષ્ઠ માહિતી આપતા VTV ગુજરાતી પર સાંજે 9:30થી 10:30 કલાકે પ્રસ્તુત કરવામાં આવશે.

આ શો માટે કોણ અપ્લાય કરી શકશે? How to Registration in Savalo na Sava Crore

આ શો તમારું નસીબ બદલી શકે છે. આ શોમાં ભાગ લેવા માટેના નિયમો એકદમ સરળ છે. જે કોઇ ભારતના નાગરીક હોય અને સારી રીતે ગુજરાતી ભાષાના જાણકાર હોય અને તેમની ઉંમર 2020 પૂર્ણ થતા 16 વર્ષ કે તેથી વધુની હોય તે લોકો આ શોમાં ભાગ લઇ શકે છે.

કેવી રીતે શોમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરી શકાશે?

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રજીસ્ટ્રેશન લાઇન ઓપન કરવામાં આવશે. જે તારીખ 17 જાન્યુઆરી 2021થી 28 ફેબ્રુઆરી 2021 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકાશે. શોમાં ભાગ લેવા માટે તમારે www.sscgujarat.com પર લોગઇન કરી અથવા SSC Gujarat એન્ડરોઇડ અને iOS એપ્લીકેશન પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. જ્યારે તમે વેબસાઇટ અથવા એપ્લીકેશન પરથી રજીસ્ટ્રેશન કરાવો છો, ત્યારે તમને એક રજીસ્ટ્રેશન ID તમારા રજીસ્ટર મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ દ્વારા મળશે. જે ભવિષ્યમાં આગળના રાઉન્ડમાં આગળ વધવા માટે ઉપયોગી બનશે.

શોમાં મહિલા અને પુરૂષોને સમાન પ્રભુત્વ અપાશે

આ શોમાં મહિલા અને પુરૂષોને સમાન અને એક સરખુ પ્રભુત્વ આપવામાં આવશે. આ શો ગુજરાતમાં રહેતા ઉત્તમ અને ટેલેન્ટેડ લોકોને બહાર લાવવા તેમજ તે લોકોને ધનની પ્રાપ્તી થાય તે માટેનો પ્રયાસ છે.

રજીસ્ટ્રેશનના 7 દિવસમાં શોમાં આગળ વધવાની શરૂ થશે પ્રક્રિયા

રજીસ્ટ્રેશન પૂર્ણ થઇ ગયા બાદ તેમના 7 દિવસમાં શોમાં આગળ વધવા માટેની પ્રક્રિયા તમારા રજીસ્ટર મોબાઇલ નંબર અને મેઇલ એડ્રેસ તેમજ એપ્લીકેશન પર નોટીફીકેશન આપવામાં આવશે. આમ છતા તેમની વધુ માહિતી માટે www.sscgujarat.comની વેબસાઇટ પર તેના નીતિ નિયમો વિગતવાર આપેલા છે. 

In News

news in savalo na sava karod - stud mentor

શોમાં કેવી રીતે રાઉન્ડ હશે અને જીતી શકાશે?

આ શોમાં પ્રતિસ્પર્ધીઓ એકબીજા સાથે સામાન્ય જ્ઞાનના 4 સવાલ જવાબની પ્રશ્નોતરી રમાડવામાં આવશે. તેમાં ઓછા સમયમાં અને સૌથી વધુ સાચા પ્રશ્નોના ઉત્તર આપવા વાળા વ્યક્તિ આગળના રાઉન્ડ સુધી પહોંચશે. 

આ સામાન્ય જ્ઞાનના સવાલોના જવાબો આપી રૂ.11,111થી લઇને 1,25,00,000 કરોડ સુધીના રૂપિયા જીતવા માટેનો મોકો મળશે. શોમાં 1A, 1B, 1C, 2A, 2B, 3A, 3B ક્વાટર ફાઇનલ, સેમી ફાઇનલ અને ફાઇનલ સુધીના 10 રાઉન્ડ હશે.

  • શોમાં જે લોકો રાઉન્ડ 1A સુધી પહોંચે છે. તેમને રૂ. 11,111 મળશે. રાઉન્ડ 1B સુધી પહોંચે છે તેમને રૂ. 22,222 મળશે.  રાઉન્ડ 1C સુધી પહોંચે છે તેમને રૂ. 33,333 મળશે.
  • જે લોકો રાઉન્ડ 2A સુધી પહોંચે છે તેમને રૂ. 55,555 મળશે. રાઉન્ડ 2B સુધી પહોંચે છે તેમને 1,11,111 મળશે.
  • જે લોકો રાઉન્ડ 3A સુધી પહોંચે છે તેમને રૂ. 2,22,222 મળશે. રાઉન્ડ 3B સુધી પહોંચે છે તેમને 4,44,444 મળશે.
  • જે લોકો રાઉન્ડ ક્વાટર ફાઇનલ સુધી પહોંચે છે તેમને રૂ. 8,88,888 મળશે. જો કોઇ ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચે છે તેમને 8,88,888 મળશે.
  • જે ફાઇન રાઉન્ડ સુધી પહોંચે છે તેમાં રનર્સઅપને 50,99,999 મળશે. તેમજ ફાઇનલ વિજેતાને રૂ. 1,25,00,000 કરોડ મળશે.

દરરોજ ઘર બેઠા માલામાલ કોન્ટેસ્ટમાં જીતો 5,555 રૂપિયા

Savalona Sava Karod - Application

આ ઉપરાંત જે લોકો ઘરે રહીને સવાલોના જવાબ આપશે તે લોકોને ડેઇલ માલામાલ કોન્ટેસ્ટ હેઠળ દરરોજ 50 વ્યક્તિને રૂ.5,555 મળશે. આ શો રીલેટેડ કોઇપણ પ્રકારની માહિતી મેળવવી હોય તો ટોલ ફ્રી નંબર 0806 888 0000 અથવા [email protected] પર કોન્ટેક્ટ કરવો.

After Registration you get one greeting message and Certificate

after registration you get certificate from the vtc

Official Website : www.sscgujarat.com

Toll Free Number 0806 888 0000

Registration Last Date : 28 February 2021

About the author

Chetan Darji

Hi, My name is Chetan Darji , and I am the owner and Founder of this website. I am 24 years old, Gujarat-based (India) blogger.
I started this blog on 20th January 2019.

Leave a Comment

Discover more from Stud Mentor - Where Learning Begins

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading